સવર્ણોને મળનાર 10 ટકા અનામતનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. લોકસભા અને રાજ્યસભામાં આ બિલ પાસ થઈ ગયુ છે, બસ હવે ફક્ત રાષ્ટ્રપતિની મંજૂરી બાકી છે. સવર્ણોમાં એવા કેટલાયે લોકો છે જે અનામતના દાયરામાં આવી શકે તેમ છે. આ માટે તમારે જરૂરી શરતો પર ખરૂ ઉતરવાનુ રહેશે. આ માટે તમારી પાસે 8 દસ્તાવેજો હોવા જરૂરી છે. નહીતો તમને અનામતનો લાભ મળશે નહી. આજે તમને જણાવીશુ એ તમામ દસ્તાવેજો અંગે.
આવકનો દાખલો
સરકારની તરફથી આ લોકોને અનામતનો લાભ આપવામાં આવશે, જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય. આ માટે આવકનું સર્ટિફિકેટ જરૂરી છે. સામાન્ય રીતે આવકનો દાખલો જનસેવા કેન્દ્રમાં બનાવી શકાય છે. આ દાખલાને તમે 50 રૂપિયા ચુકવીને બનાવી શકો છો.
જાતી સર્ટિફિકેટ
અનામતનો લાભ લેનારને કાસ્ટ કે જાતીનુ સર્ટિફિકેટ જરૂરી છે. આને પણ જનસેવા કેન્દ્ર પરથી મેળવી શકાય છે સામાન્ય રીતે સવર્ણ જાતિ પ્રમાણપત્રની જરૂર પડતી ન હતી આથી આ પ્રમાણપત્ર મેળવવુ જરૂરી છે.
BPL કાર્ડ
BPL એટલેકે Bilow the powerty line. એટલેકે એવા લોકો જે ગરીબી રેખા નીચે જીવન વ્યતીત કરે છે. આ કાર્ડ એવા લોકો માટે જ બને છે, જે આર્થિક રીતે ગરીબી રેખા નીચે જીવતા હોય BPL કાર્ડ અધિકૃત સરકારી રાશન વેચનાર કે ગ્રામ પંચાયત તરફથી બનાવી શકાય છે.
પાન કાર્ડ
પાન કાર્ડ આજના સમયમાં તમામ નોકરીયાત અને કર્મચારીઓ માટે અનિવાર્ય કરી દેવામાં આવ્યુ છે. જો તમે હજુ સુધી પાનકાર્ડ કઢાવ્યુ નથી તો ટૂ્ક સમયમાં આ કામ કરી નાખજો. કેમકે હવે શિક્ષણ અને નોકરીમાં પાન કાર્ડ ફરજીયાત થઈ ગયુ છે. જો તમે 50,000 રૂપિયાથી વધુ ટ્રાન્ઝેક્શન કરો છો તો પાનકાર્ડની જરૂર પડશે.પાન કાર્ડને તમે ઓનલાઈન કરી શકો છો.
આધાર કાર્ડ
બની શકે કે તમારી પાસે પહેલા જ આધાર કાર્ડ હોય. પણ જેમની પાસે ન હોય તેણે આધારકાર્ડ તરતજ બનાવી લેવુ જોઈએ. આધારકાર્ડમાં નામ,એડ્રસ, જન્મતિથિ અને પિતાનુ નામ સાચુ હોય. જો ક્યાય ભુલ દેખાય તો નજીકના આધાર સહાયતા કેન્દ્ર જઈને ફેરફાર કરી શકશો.
જનધન યોજના સાથે જોડાવ
સવર્ણોને આર્થિક આધાર પર નોકરીઓમાં અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવા જનધન યોજનામાં બેન્ક એકાઉન્ટ હોવુ જોઈએ. જનધન યોજના અંતર્ગત ખાતાધારકોને લાભ મળશેજે આર્થિક રીતે કમજોર હોય.
ઈન્કમ ટેક્સ રિટર્ન
સવર્ણોને અનામતનો લાભ મેળવવા ઈન્કમ ટેક્સ રિટર્નના પુરાવાઓ સાથે રાખવા પડશે. ફોર્મ 16ના માધ્યમથી આ પ્રમાણ આપવામાં આવશે તમારી આવક આઠ લાખ રૂપિયાથી ઓછી હશે તો તમને અનામતનો લાભ મળશે.
પાસબુક કે બેન્ક સ્ટેટમેન્ટ
અનામતનો લાભ ઉઠાવવા પાસબુકની કોપી પોતાની સાથે રાખે પાસબુકમાં ત્રણ મહીનાનું સ્ટેટમેન્ટ તમારે દર્શાવવાનું રહેશે, આનાથી તમારી આવકની માહીતી મેળવી શકાશે. આ સાથે તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો તો બેન્કનું સ્ટેટમેન્ટ તમારા કામ આવશે.