દેશના લાખો વિદ્યાર્થીઓનો માનસિક તણાવ ઓછો કરવા માટે કેન્દ્રીય સેન્ટ્રલ સેકન્ડનરી એજ્યુકેશન બોર્ડ(સીબીએસઈ) ધોરણ 10માં ગણિત વિષયની બે અલગ સ્તરની પરીક્ષા શરુ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે સીબીએસઈ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. આ ફેરફાર 2020 સુધી લાગુ કરવામાં આવશે. ગણિતની પરીક્ષા બે સ્તર(બેઝિક અને સ્ટાન્ડર્ડ)એ લેવામાં આવશે.
જેમાં પહેલી ગણિત-માનક, જે વર્તમાન સામાન્ય સ્તરની પરીક્ષા હશે. બીજી ગણિત-મૂળ, જે સરળ સ્તરની પરીક્ષા હશે. નોંધનીય છે કે, સીબીએસઈનો આ નિર્ણય બે અલગ-અલગ પ્રકારના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને લેવાયો છે. જે વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે, એમને માટે આ સારો નિર્ણય છે.
જ્યારે સીબીએસઈએ સ્પષ્ટતા કરી હતી કે, ગણિતના વર્તમાન અભ્યાસક્રમમાં કોઈ જ ફેરફાર કરાશે નહીં. પરિપત્રમાં કહેવાયું છે કે, ગણિતની બે સ્તરની પરીક્ષાા કારણે વિદ્યાર્થીઓને ફાયદો થશે. ઉપરાંત પરીક્ષા અલગ હોવાથી વિદ્યાર્થીઓનો તણાવ ઓછો થશે. આ ફેરફાર માર્ચ 2020 અને ત્યારબાદ સમાપ્ત થનાર શૈક્ષણિક સત્રથી લાગુ કરાશે.
અહીંયા એ પણ નોંધવું રહ્યું કે, સીબીએસઈએ ધોરણ 8, 9 અને 10માં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો કોર્સ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ કોર્સની શરુઆતના ધોરણો માટે વૈકલ્પિક વિષય તરીકે રહેશે.