વાયબ્રન્ટ ગુજરાતમાં પાકિસ્તાનને બિઝનેશ પાર્ટનર તરીકે બોલાવવામાં આવ્યા છે. ત્યારે કોંગ્રેસ આ બાબતનો વિરોધ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી સમયે ભાજપ પાકિસ્તાન સાથે તેની ભાષામાં વાત કરવાના ભાષણો આપે છે અને ગુજરાતમાં તેમના માટે લાલ જાજમ પાથરે છે. દેશના નાગરિકો માટે આ વિશ્વાસઘાત અને છેતરપીંડી છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ.
તેમણે માંગ કરી છે કે, પાકિસ્તાનને વાયબ્રન્ટ ગુજરાતમાં પાર્ટનર બનાવવા બદલ વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ માફી માંગવી જોઈએ.
વાયબ્રન્ટ ગુજરાત-2019ને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આખરી ઓપ અપાઈ રહ્યો છે. 18થી 20 જાન્યુઆરી દરમિયાન વાયબ્રંટ સમિટ યોજાશે. સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર ભાગ લેશે. જ્યારે 100થી વધારે દેશોના 2700થી વધુ ડેલીગેશન ભાગ લેશે. 260થી વધુ B TO G અને 355થી વધુ B TO B મિટિંગ યોજાશે. PM મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશોના મહાનુભાવો આવશે.ત્યારે પાકિસ્તાનને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં બોલાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. પાકિસ્તાનને આમંત્રણને લઇને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.