ગુજરાત સરકાર દ્વારા સવર્ણ અનામતનો કાયદો લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકારે સર્વ પ્રથમ આ કાયદાને 14મી જાન્યુઆરીથી અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવતા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન(GPSC)ના ચેરમેન દિનેશ દાસાએ ટવિટ કરી GPSCની પરીક્ષાઓ બાબતે જાહેરાત કરી છે.
GPSCના ચેરમેન દિનેશ દાસાએ ટવિટ કરી માહિતી આપી છે કે 10 ટકા સવર્ણ અનામત લાગુ થવાના કારણે 20મી જાન્યુઆરી અને ત્યાર બાદ લેવાનારી પ્રાથમિક પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. નવી તારીખોનું હવે પછી એલાન કરવામાં આવશે.