અમદાવાદમાં દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યો છે. વસ્ત્રાપુરના ગુરૂકુળ એપાર્ટમેન્ટના ધાબા પર દરોડા દરમિયાન 10થી વધુ યુવક-યુવતીઓની અટકાયત કરવામાં આવી છે. તમામ લોકોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન લઈ જવાયા છે.
ઉત્તરાયણમાં દારૂની મહેફીલ જમાવતા નબીરાઓ પર પોલીસે સપાટો બોલાવ્યો છે. અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં ગુરૂકુલ એપાર્ટમેન્ટનાં ધાબા પર દારૂની મહેફિલ ચાલતી હતી. જ્યાં પોલીસે દરોડા પાડીને 10થી વધુ યુવક-યુવતીની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે પોલીસને બાતમી મળી હતી કે અહીં કેટલાક યુવક યુવતિઓ દ્વારા દારૂની મહેફીલ માણી રહ્યાં છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ત્યાં ભાગદોડ મચી ગઈ હતી.
ધાબા પરથી પોલીસે દારૂ પીધેલા તમામ લોકોની અકાયત કરી હતી. જેમાં યુવતિઓનો પણ સમાવેશ થાય છે. આ મહેફિલ ગુરપ્રિત સિંહ અને મણીભાઈ દ્વારા રાખવામાં આવી હતી.