HRD મિનિસ્ટર પ્રકાશ જાવડેકરે જાહેરાત કરી છે કે, દેશભરની 40 હજાર કોલેજ અને 900 યુનિવર્સિટીમાં 10% અનામતનો ક્વોટા હાલના એજ્યુકેશન સેશનથી લાગુ કરી દેવામાં આવશે, જેમાં સરકારી અને પ્રાઇવેટ બંને પ્રકારની સંસ્થાઓ શામેલ છે.
જાવડેકરે સ્પષ્ટ કર્યું હતું કે, હાલની અનામત વ્યવસ્થા સાથે કોઇ છેડછાડ નહીં કરવામાં આવે. UGC, AICTE અને અન્ય અધિકારીઓ સાથે 10% અનામત લાગુ કરવાના મુદ્દે થયેલી બેઠકમાં ફેંસલો લેવામાં આવ્યો હતો કે, 2019થી જ 10% અનામત લાગુ કરી દેવામાં આવશે.
મંગળવારના રોજ HRD મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, શૈક્ષણિક સત્ર 2019-20થી જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10% અનામત લાગુ કરવામાં આવશે. આ માટે દેશભરની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં 25% સીટો વધારવામાં આવશે.