ભાજપના અધ્યક્ષ અમિત શાહ સ્વાઈન ફલૂથી પીડાય છે અને તેમને સારવાર માટે એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એઈમ્સ વરિષ્ઠ ડૉક્ટર રણદીપ ગોુલિયાની નિગરાનીમાં તેઓ સારવાર હેઠળ છે. ખુદ અમિત શાહે સ્વાઈન ફલૂ થયો હોવાની માહિતી ટવિટ કરીને આપી હતી.
અમિત શાહે ટવિટ કરીને જણાવ્યું કે મને સ્વાઈ ફ્લૂ થયો છે. જેની સારવાર ચાલી રહી છે. ઈશ્વરની કૃપાથી અને આપ તમામ લોકોના પ્રેમ અને શૂભકામનાઓથી ક્ષીધ્ર સ્વસ્થ થઈ જઈશ.
સૂત્રો પ્રમાણે આજે રાત્રે લગભગ નવ વાગ્યાની આસપાસ છાતીમાં દુખાવો થયો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થવાની ફરીયાદના કારણે તેમને ચેકઅપ માટે એઈમ્સમાં લઈ જવામા આવ્યા હતા. જ્યાં તેમને સ્વાઈન ફ્લૂ થયો હોવાનું નિદાન કરવામાં આવ્યું હતું.
દરમિયાનમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ અને બિહારના લોકસભાના સાંસદ રામચકૃપાલ યાદવે અમિત શાહના સ્વાસ્થ્ય માટે કામના કરી છે. રાજનાથસિંહ ટવિટ કરી જણાવ્યું કે ‘અમિતાભાઈ, ઈશ્વર આપને જલ્દી તંદુરસ્તી આપે. રેલવે રાજ્ય પ્રધાન મનોજ સિન્હાએ તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરતી ટવિટ કરી હતી.
અત્રે નોંધનીય છે કે ભાજપ દ્વારા 20મી જાન્યુઆરીથી પશ્ચિમ બંગાળમાં ત્રણ દિવસીય રેલી શરૂ કરવામાં આવનાર છે. અમિત શાહ આ રેલીઓને સંબોધશે. અમિત શાહે પશ્ચિમ બંગાળની 42 લોકસભાની બેઠકોમાંથી 22 જીતીને લક્ષ્ય રાખ્યું છે.