મુંબઈમાં ડાન્સ બાર ખોલવાના મામલે કડક નિયમોને લઈ સુપ્રીમ કોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે. અદાલતે ડાન્સ બારના લાયસન્સ લેવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા કડક નિયમોમાંથી રાહત આપી છે. આ ઉપરાંત ડાન્સ માટે પાંચ કલાકની સમય મર્યાદાને યથાવત રાખી છે. આ પૂર્વે મહારાષ્ટ્ર સરકારએ બનાવેલા કડક નિયમો અંગે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરીને પાછલા ઓગષ્ટ મહિનાના ચૂકાદાને સુરક્ષિત રાખ્યો છે.
હોટલો અને રેસ્ટોરન્ટ એસોસિએશન દ્વારા કોર્ટમાં મહારાષ્ટ્ર સરકારના કાયદાને પડકારવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન મહારાષ્ટ્ર સરકારે કહ્યું કે નવો કાયદો બંઘારણીય દાયરામાં આવે છે અને મહિલાઓના શોષણને અટકાવનારું છે. સરકારે એમ પણ કહ્યું હતું કે નવો કાયદો મહિલાઓના સન્માન અને તેમની સલામતી માટે છે. જ્યારે કોર્ટે માન્યું કે સમય સાથે અશ્લીલતાની ભાષા પણ બદલાઈ ગઈ છે અને હવે મોરલ પોલિસીંગ પણ થઈ રહ્યું છે.
કોર્ટે ઓરકેસ્ટ્ર અને ટીપ આપવાની મંજુરી આપી પરંતુ બાર ડાન્સરો પર રોકડ રૂપિયા ઉડાડ પરના પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો. કોર્ટે કહ્યું કે ડાન્સ બાર પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી શકાય નહીં. કોર્ટે બારની અંદર સીસીટીવી કેમેરા ફીટ કરવાની જોગવાઈને પણ રદ્દ કરી દીધી. કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે 2005 બાદ કોઈ લાયસન્સ આપ્યા નથી. કાયદાનું પાલન થાય પણ સંપૂર્ણ પ્રતિબંધ દુર કરવામાં આવે.