- 10 મોટી ગેંગ
Sajid Kothari: 7 લાખ પાવર લૂમ્સ અને 80 હજાર ઓટોમેટિક લૂમ્સ છે. 35 વિવિંગ સોસાયટીઓએ સુરતની ગેંગ સામે કામ ચલાવવ માંગણી કરવી પડી હતી.
Sajid Kothari જેના ઘણાં માલિકો પાસેથી ગેંગ ખંડણી ઉઘરાવે છે. જેમાં 57 વેપારી અને 5 દલાલો તેને મદદ કરી પેમ્ન્ટ બાકી રીખીને લૂંટ ચલાવતાં હતા. સુરત શહેરમાં ગુનાનો દર ઘણો વધી ગયો છે. ગેંગનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. સુરતને ક્રાઇમ મુક્ત કરવા ગેંગોને ખતમ કરવા માટે ગુજસીટોક લગાવે છે. સુરતની સૌથી મોટી અને માથાભારે ગણાતી 10 ગેંગોની સામે ગુજસીટોક – ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ – આ બીલને અગાઉ કેન્દ્ર સરકાર અને રાષ્ટ્ર પતી દ્વારા નામંજૂર કરાયું હતું. જેના બાદ મોદી આવતાં 2019માં તેની મંજૂરી મળી હતી.
જુનાગઢના રાજકીય નેતા રાજુ સોલંકી સામે આ કાયદા હેઠળ ગુનો નોંધીને
નવો વિવાદ 2024માં ઓગસ્ટમાં ભાજપ સરકાર શરૂ કર્યો છે. કારણ કે રાજુ સોલંકીના પુત્રનું અપહરણ કરીને માર માર્યો હોવાથી જાહેરમાં આંદોલન તેણે કર્યું હતું. અપહરણ કરનારા ગોંડલના ભાજપના ધારાસભ્યનો પુત્ર હતો. આ કાયદાના મદદથી ગુજરાતમાં આતંકવાદને નિયંત્રિત કરી શકાશે.આરીફ મીંડી, સજ્જુ કોઠારી, લાલુ જાલીમ, આસીફ ટામેટા, મનીષ કુકરી, રાહુલ એપાર્ટમેન્ટ, વિપુલ ગાજીપરા ગેંગના નેતા અને સભ્યો લાજપોર જેલમાં હતા. આરીફ મીંડીની ગેંગના સાગરીતો જેલમાં હતા. Sajid Kothari ગેંગના સભ્યો ભાગતા ફરતા હતા. 44 ગુના તેની સામે નોંધાયા છે એ સુરજ કાલિયો લાજપોર જેલમાં હતો. અશરફ નાગોરી ફરાર હતો. સુરતના વોન્ટેડ 16 આરોપીની ધરપકડ માટે પોલીસે ઈનામ જાહેર કર્યા હતા.
સુરતમાં 22 ગેંગ
- સુરતની ગેંગ્સ
- અશરફ નાગોરી ગેંગ
- આરીફ મીંડી ગેંગ
- સુર્યા મરાઠી ગેંગ
- હાર્દિક પટેલ ગેંગ
- ગાજીપરા ગેંગ
- હાસિમ સિદ્દીકીની ગેંગ
- આરીફ મીંડીની ગેંગના સાગરીતો જેલમાં હતા.
- ઈરાની ગેંગ – આંતરરાજ્ય
- લીંબાયતની એમ.એસ.કંપની ગેંગ
- લાલુ જાલીમ ગેંગ
- આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ ગેંગ
- રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ
- અલ્લારખા શેખ
- આસીફ ટામેટા ગેંગ
- સુરજ કાલીયા ગેંગ
- અમિત ઉર્ફે લાલુ જાલીમ મહેન્દ્રસિંગ રાજપુત ગેંગ લિડર
- ચિરાગ ભરવાડ ઉર્ફે મેર ગેંગ
- મનીયા ડુક્કર ગેંગ
- કેલીયા ગેંગ
- આંબા ગેંગ
- બંટી દયાવાન ગેંગ
- મીંડી ગેંગ
- સૂરજ કાલિયા ગેંગ
- આ ગેંગ એક પછી એક જેલમાં જઈ રહી હતી.
ગેંગ્સ ઓફ સુરત
સુરતમાં જેલવાસ ભોગવતા 22 ગેંગ નેતાઓના કારણે લાજપોર જેલ જોખમી બની ગઈ હતી. અહીં ઘણાંએ સાથે મળીને એક ગેંગ બનાવી દીધી હતી. તેની ગેંગ અકતા તોડવા માટે પોરબંદર જેલ અને બીજી જેલોમાં ખતરનાક ગેંગ લીડરોને મોકલવામાં આવ્યા હતા. 3 વર્ષ પહેલાં જ્યારે પોલીસ શોધતી હતી ત્યારે લાલુ જાલીમ, અશરફ નાગોરી, વિપુલ ગાજીપરા અને સજ્જુ કોઠારી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. 5 ગેંગના 7 ટોળીના નેતા સહિત 22 સાગરિતો ભાગતા ફરતાં હતા. લાલુ જાલીમ યુપી વતનમાં ભાગી ગયો હતો. વિપુલ ગાજીપરા, ડેનીશ ઉર્ફે નાનો અને અલ્તાફ પટેલ સહિત 6 ભાગી ગયા હતા. સજજુ સહિત તેની ટોળીના 3 ફરાર હતા.
જેલમાં ગેંગ વોર
લાજપોર જેલમાં સુરતના તમામ કુખ્યાત ગણાતાં ગેંગ લીડર હતા. લાજપોર જેલમાં પણ ગેંગવોર થવાની શક્યતા હતી. વળી કેટલાંક ગેંગ લીડરો મુંબઈના વરધરાજની જેમ સુરતના વિસ્તારો વહેંચીને ગેંગ બનાવવા પ્લાન કરે એવી શક્યતા હતી. લાજપોર જેલમાં બન્ટી દયાવાન ગેંગના સાગરિતોએ હરીફ ગેંગના ઇસમને પતરા વડે હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો.
બન્ટી દયાવાન ગેંગના સાગરિતોએ ડિંડોલી વિસ્તારના આતંક મચાવીને બે યુવકો ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. અને હવામાં ફાયરિંગ પણ કર્યુ હતુ. માથાભારે ગેંગોનો જેલમાં ત્રાસ હતો. તાકાત તોડવા અન્ય જેલોમાં મકલવામાં આવી રહ્યાં હતા. સુરતમાં જેટલી ગેંગ્સને શોધીને ગુજસીટોક ગુનો દાખલ કરવામાં આવી રહ્યા હતા, તેનું આ વિપરીત પરિણામ હતું.
સમૃદ્ધ સુરતને કોણે ગેંગોના હવાલે 22 વર્ષથી કરી દીધું હતું. તે સવાલ પોરબંદર અને લાજપોરની જેલમાંથી મળી શકે તેમ છે.