લદ્દાખના ખાર્દુંગ્લામાં પાસમાં શુક્રવારે બર્ફીલુ તોફાન આવ્યુ છે અને તેમાં 10 પર્યટકો ફસાયા હોવાની જાણકારી મળી છે જેમાંથી એકનું મોત થઈ ચૂક્યુ છે. આ બધા ટુરિસ્ટ છે અને તેમની ગાડીઓ બરફમાં દબાઈ ગઈ છે.
રિપોર્ટ્સ અનુસાર એક એલયુવી રસ્તા પર બરફમાં દબાયેલી છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ગયુ છ પરંતુ તાપમાન માઈનસ 15 ડિગ્રીથી પણ ઓછુ છે અને તેના કારણે ઘણી મુશ્કેલીઓ આવી રહી છે.
ખાર્દુંગ્લા પાસ 17,582 ફૂટની ઉંચાઈ પર છે. તેને એશિયાનો સૌથી ખતરનાક પાસ માનવામાં આવે છે. આ પાસ શ્યોક અને નુબ્રા વેલીનો રસ્તો છે. જે સમયે સેનાના ટ્રુપ્સ સિયાચિન માટે જાય છે કે પછી રસદની સપ્લાય કરવા માટે ગાડીઓ સિયાચિન જાય છે તો આ રસ્તે થઈને પસાર થાય છે.