અમદાવાદમાં આજથી સરૂ થયેલા વાઈબ્રન્ટ સમિટમાં ઠેર-ઠેર ભાજપ 2019 ની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં મૂડીરોકાણકારો કે ગુજરાતની વિવિધ કંપની અને એજન્સીઓના બદલે નરેન્દ્ર મોદીના સ્ટોલ લાગેલા છે. જેમાં એક સ્ટોલ મોદી મર્ચન્ડાઈઝના નામે લગાવેલ છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદીના માસ્કથી માંડીને મોદી ટી-શર્ટ વેંચાય છે. તો બાજુના એક સ્ટોરમાં મોદીના કુર્તાનો ક્રેઝ છે.
અહીં ફક્ત વડાપ્રધાન મોદીની જાહેરાત થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જેમાં એક પિક્ચર વિથ મોદીનો સ્ટોલ પણ લગાવવામાં આવ્યો છે. જેમાં મોદીના ફોટો સાથે તમારો ફોટો પણ પડાવો અને ઈ-મેઈલ દ્વારા તમને મોદીના ફોટો સાથે તમારો ફોટો મોકલવામાં આવશે.