આજથી વાયબ્રંટ સમિટની શરૂઆત થઈ છે. વાયબ્રંટ સમિટમાં અંદર જવા માટે લોકોના પાસ બનાવવામાં આવ્યા છે. ત્યારે હવે વાયબ્રંટ સમિટની બહાર પાસ ધારકોએ હોબાળો કર્યો હતો. પાસ ધારકોને અંદર ન જવા દેતા હોબાળો થયો હતો. પોલીસકર્મીઓએ હાઉસ ફૂલ હોવાનું કહીને લોકોને અંદર જવાથી અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસકર્મી અને પાસ ધારકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં 18થી 20 જાન્યુઆરી સુધી વાયબ્રંટ સમિટનુ આયોજન કરવામાં આવ્યુ છે. વાયબ્રંટ સમિટમાં ભાગ લેવા માટે 15 દેશોના ડેલિગેશન ગાંધીનગરમાં પહોંચ્યા છે. દેશના મોટા ઉદ્યોગપતિઓ પણ ભાગ લેવા માટે ગાંધીનગરમાં આવ્યા છે.
અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. શોપિંગ ફેસ્ટિવલના બીજા જ દિવસે વિવાદ થયો. શોપિંગ ફેસ્ટિવલના દરવાજા 12 વાગ્યા સુધી બંધ રહેતા વિવાદ થયો હતો. દરવાજા બંધ રહેતા મુલાકાતાઓમાં નિરાશા જોવા મળી હતી.
નિરાશ થયેલા મુલાકાતીઓ પરત ફર્યા હતા. મહત્વનું છે કે, પીએમ મોદીએ શોપિંગ ફેસ્ટિવલની શરૂઆત કરાવી હતી. સવારે 10થી રાતે 12 વાગ્યા સુધી મુલાકાતની જાહેરાત કરવામાં આવી હતી. જોકે આજે બીજા જ દિવસે બપોરે 12 વાગ્યા સુધી શોપિંગ ફેસ્ટિવલ ન ખુલતા અનેક સવાલો ઉઠ્યા છે.