ઘણી એવી હક્કીકતો, અફવાઓ, દંતકથાઓ વગેરે આપણા જાણવામાં આવતી જ હોય છે જેમાં સાઇનાઇડ નામક ખાતક ઝેરનો કેર સાફ વર્તાતો હોય છે. ઘડીભર તો આપણા રુંવાડા ઊભા કરી દે એટલી ભયંકર કલ્પના પણ આપણે આવી જતી હોય છે કે, ખરેખર સાઇનાઇડ આટલું ઝેરીલું હશે કે માણસ એને પીને-સોરી, ખાલી ચાખીને જ મરી જાય!
રાહુલ ગાંધીનો હત્યાકાંડ હોય, રશિયાના પોલિટીકલ મર્ડર હોય કે આતંકવાદીઓ વિશેની ખબરો હોય; સાઇનાઇડની વાતો ઘણીવાર આ ચર્ચાનો ભાગ બની જતી હોય છે. સાઇનાઇડ ક્રિમીનલ મર્ડર વગેરેમાં ઉપયોગમાં લેવાતું સંયોજન છે એ તો જાણે ઠીક પણ સાઇનાઇડની એકદમ જૂજ મિલીગ્રામ માત્રા પણ માણસને સેકન્ડોમાં ખતમ કરી દે તેમ છે. આજે આપણે જાણવાનું છે સાઇનાઇડ વિશેની રસપ્રદ હક્કીકતો વિશે –
સાઇનાઇડનો સ્વાદ ચાખવા માટે વૈજ્ઞાનિકોએ એક્સપરીમેન્ટ કરેલો. પણ ચાખ્યાં પછી માત્ર એક અક્ષર લખીને સાયન્ટિસ્ટ મૃત્યુ પામ્યો. અસર જ એટલી ઘાતક હતી કે આખો શબ્દ લખવા માટે જીવ જ ના રહ્યો! એ અક્ષર કહેવા પ્રમાણે S અથવા તો A હતો. કહેવાય છે કે, એક ભારતીય યુવકે પણ આનો પ્રયોગ કરેલો. અને સ્યુસાઇડ નોટમાં તેણે આ પ્રમાણે લખેલું,”મેં સાઇનાઇડનું સેવન કર્યું છે. તે ખરેખર જીભ સળગાવી દે તેવું છે. અને તેનો સ્વાદ એકદમ કડવો છે.”
સાઇનાડઇની જૂજવી માત્રા શરીરનો અંત લાવવા માટે કાફી છે. સાઇનાઇડનો સીધો ટાર્ગેટ આપણા શરીરના કોષો હોય છે. તે કોષો ફરતે એક પ્રકારનું ગ્રહણ લગાડી દે છે. અને પરીણામે કોષો બંધીયાર અવસ્થામાં મુકાય જાય છે. એને પુરતો ઓક્સિજન મળતો નથી અને પરીણામે વ્યક્તિ મૃત્યુ પામે છે.