લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર આપશે વધુ એક ગિફ્ટ. કેન્દ્ર સરકારનો વિભાગ Employees Provident Fund Organization(EPFO)ના વ્યાજદરને વધારવાનો વિચાર કરી રહ્યો છે. હાલમાં ઇપીએફઓ 8.55 ટકા વ્યાજદર આપે છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કર્યો છે કે ફેબ્રુઆરીના અંતમાં વ્યાજદર વધારવામાં આવી શકે છે. ઇપીએફઓના 19 કરોડથી પણ વધારે સબ્સક્રાઇબર છે. જેમા રિટાયર મેમ્બર્સ પણ સામેલ છે. વ્યાજદર વધવાથી ઓર્ગેનાઇઝ્ડ સેક્ટરના કર્મચારીઓને ફાયદો થશે.
મહત્તમ રહ્યું છે 12% વ્યાજદર
1990થી 2001ની વચ્ચે ઇપીએફઓનું વ્યાજદર હાઇએસ્ટ હતું. તે દરમિયા વ્યાજદર 12 ટકા સુધીનું હતું. 2016-17માં 8.65% રહ્યું. જ્યારે 2015-16માં 8.8% થઇ ગયું. વ્યાજદર વધવાથી 6 કરોડ સબ્સક્રાઇબરને ફાયદો હશે.