વોટ્સએપ મારફતે મોકલેલી ખોટી APK ફાઇલથી સુરતના સિનિયર સિટિઝન સાથે ₹2.45 લાખની છેતરપિંડી
Surat Cyber fraud case: દેશભરમાં ઝડપથી વધી રહેલા cyber fraud cases વચ્ચે સુરત પોલીસની સાયબર ક્રાઇમ સેલે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. શહેરના એક વરિષ્ઠ નાગરિક સાથે WhatsApp મારફતે બનાવટી RTO e-challan APK file મોકલી તેમના મોબાઇલને હેક કરી રૂપિયા 2.45 લાખની છેતરપિંડી કરનાર ખતરનાક જામતારા ગેંગના ત્રણ સભ્યોને પોલીસે ઝારખંડ રાજ્યના જામતારા જિલ્લામાંથી ઝડપ્યા છે.
કેવી રીતે થઈ હતી છેતરપિંડી?
27 ઑગસ્ટના રોજ સુરતના એક સિનિયર સિટિઝનને અજાણ્યા નંબરથી WhatsApp પર RTO challan APK file મોકલવામાં આવી હતી. ફાઇલને સચોટ માનીને તેમણે તેને ડાઉનલોડ કરી અને તેમાં આપેલી સૂચનાઓ મુજબ પ્રક્રિયા પૂર્ણ કરી. થોડા જ સમયમાં તેમના મોબાઇલ પર સતત OTP મેસેજ આવવા લાગ્યા અને આશ્ચર્યજનક રીતે તેમના બેંક એકાઉન્ટમાંથી રૂ. 2,45,000ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગઈ. ઘટનાથી ચોંકી ગયેલા નાગરિકે તરત જ cyber helpline number 1930 પર સંપર્ક કરી પ્રાથમિક ફરિયાદ નોંધાવી અને બાદમાં 1 સપ્ટેમ્બરે સુરત સાયબર સેલમાં રૂબરૂ ફરિયાદ કરી.

તપાસ અને ધરપકડની કાર્યવાહી
ટેક્નિકલ એનાલિસિસ, બેંક ટ્રાન્ઝેક્શન ટ્રેસિંગ અને ડિજિટલ ઇન્ટેલિજન્સના આધારે પોલીસે તપાસ શરૂ કરી. તપાસમાં ખુલ્યું કે આ કિસ્સામાં ઝારખંડના જામતારાની ગેંગ સંડોવાયેલી છે. ત્યારબાદ સુરત સાયબર સેલની ટીમે સ્થાનિક તંત્રની મદદથી જામતારાના અનેક ગામોમાં ઓપરેશન ચલાવી ત્રણ આરોપીઓને પકડી પાડ્યા —
લૈક નફીઝ
મોહમ્મદ અસલમ ઉર્ફે ગુફુ ઉર્ફે હારૂન અંસારી
મોહમ્મદ સરફરાઝ અંસારી
પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે આરોપીઓ દેશભરના લોકોને RTO, ઇન્કમ ટેક્સ અથવા બેંક અપડેટના બહાને WhatsApp પર ખોટી APK files મોકલતા હતા. ફાઇલ ઇન્સ્ટોલ થતા જ તેઓ મોબાઇલ ડિવાઇસની ઍક્સેસ મેળવી બેંક એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લેતા હતા.

Surat Cyber Crime Cellની ચેતવણી
પોલીસે નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે —
અજાણ્યા નંબરથી આવેલ કોઈપણ APK file અથવા એપ્લિકેશન ડાઉનલોડ ન કરવી.
સરકારી વિભાગ જેવી કે RTO સંબંધિત માહિતી માટે માત્ર અધિકૃત વેબસાઇટનો જ ઉપયોગ કરવો.
કોઈ પણ પ્રકારની છેતરપિંડી થાય તો તરત જ Cyber Helpline 1930 પર કોલ કરવો અથવા www.cybercrime.gov.in પર ઓનલાઈન ફરિયાદ કરવી.
સાયબર સેલના અધિકારીએ જણાવ્યું કે, “આ કિસ્સો ટેક્નિકલ કુશળતા અને ઇન્ટરસ્ટેટ સમન્વયથી ઉકેલાયો છે. નાગરિકોએ અનધિકૃત લિંક્સ, એપ્લિકેશન્સ અને અજાણ્યા મેસેજથી હંમેશા દૂર રહેવું જોઈએ.”

