ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ હાજરી આપી છે. તો સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી ફરીને પદયાત્રા કાગવડ પહોંચી છે. આ કાર્યક્રમમાં નરેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે. મંદિરમાં મહાઆરતી, સ્નેહમિલન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સ્ટેજ પ્રોગ્રામ અને ધ્વજારોહણ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો છે.
ખોડલધામ પ્રાણપ્રતીષ્ઠા મહોત્સવમાં સીએમ રૂપાણીએ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, લેઉવા પટેલ સમાજ આગળ વધે તે સમાજની માંગ છે. સમાજ એક અને અખંડિત હશે તો કોઈ પાછળ નહીં રહે. ગુજરાતના વિકાસમાં લેઉવા પટેલ સમાજનો ફાળો છે. લેઉવા પટેલ સમાજ અગ્રેસર રહ્યો છે. જે વર્ગોને અનામત નથી તે વર્ગોને 10 ટકા અનામત મળશે.