લોકસભા ચૂંટણી જીતવા માટે લોકપ્રિયતા હોવી જરૂરી છે. આ લોકપ્રિયતા ફિલ્મ સ્ટારો પાસેથી મળે તેટલી તો નેતાઓ પાસેથી પણ ન મળી શકે. ભૂતકાળમાં પણ ફિલ્મ સ્ટારો પોલિટિક્સમાં જોડાઈ ચૂક્યા છે. 1991માં કરિનાના સસરા મન્સૂર અલી ખાન પટૌડી પણ ચૂંટણી લડ્યા હતા. હવે ચૂંટણી લડવાનો વારો કરિના કપૂર ખાનનો છે તેવી વાતો ચાલી રહી છે. કરિના કપૂરનું નામ આવતા જ કોંગ્રેસ હરખમાં આવી ગઈ હતી. કારણ કે એક તો કરિના મહિલા છે ઉપરથી તેની લોકપ્રિયતા જગજાહેર છે. શ્વસુરના વતનમાં તેને લડાવવી એટલે એક સીટ પર કબ્જો આરામથી મળી જાય. ઉપરથી કરિનાને પ્રચાર માટે ઉતારવામાં આવે તો સાફ વાત છે કે પાર્ટીની જીતના ચાન્સિસ પણ વધી જવાના.
કરિના જો ભોપાલથી ચૂંટણી લડે તો ભાજપને હરાવી શકાય. અત્યાર સુધી ભોપાલમાં ભાજપનું શાસન રહ્યું છે. કોંગ્રેસ પાર્ષદ ગુડ્ડૂ ચૌહાણ અને અનીસ ખાનનું માનવું છે કે યુવાઓમાં કરિના કપૂર ઘણી જ ફેમસ છે. તેની ફેન ફોલોઈંગ પણ છે. જેનાથી વોટ મળી શકે છે. અનીસે વધારે જણાવતા કહ્યું કે, કરિના પટૌડી ખાનદાનની વહુ છે એટલે કોંગ્રેસને જૂના ભોપાલમાં પણ ફાયદો મળશે. ઉપરથી મહિલા હોવાના કારણે મહિલાઓના વોટ આરામથી ખિસ્સામાં આવી જશે.
આ વિશે કરિના કપૂરે એવું કહ્યું કે, મારું પૂરતુ ફોક્સ ફિલ્મો પર છે, મારી ચૂંટણી લડવાની ખબરોની ખોટી છે. મને કોઈ પણ પાર્ટીએ ચૂંટણી લડવા માટે અપ્રોચ નથી કર્યો.