લગ્નમાં ડિવોર્સ અને અમુક ઉંમરે જીવનસાથી ગુમાવી દીધા પછી આપણે એવું માની લેતા હોઈએ છીએ કે હવે અહીં જીંદગીનું પુર્ણ વિરામ આવી ગયું છે. પણ દરેક પુર્ણવિરામ એક અંતની સાથે નવી શરૂઆત પણ હોઈ શકે છે. સુરતે આજે એક નવી પહેલ કરી હતી જેમાં સુરતમાં વરિષ્ઠ નાગરિકોના લગ્ન પસંદગી મેળાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લગ્ન પસંદગી મેળામાં 300 કરતા પણ વધારે વરિષ્ઠ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હતુ. ખાસ 50થી 80 વર્ષની ઉંમરના વરિષ્ઠ લોકો લગ્ન માટે ઉત્સુક જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે સુરત અને અમદાવાદની સંસ્થાના દ્વારા સુરતમાં ગત રવિવારના રોજ પરિચય મેળાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમાં દેશભરમાંથી 315થી વધુ વરિષ્ઠ નાગરિકો ઉમટ્યા હતા. કુલ ઉમેદવારમાંથી 250 જેટલાં પુરૂષ અને 65 જેટલી મહિલા ઉપસ્થિત રહી હતી.
સુરતમાં પહેલી વખત વડીલો માટે આ રીતે પસંદગી મેળો યોજવામાં આવ્યો હતો. જેમાં કેટલાક કુંવારા, ડિવોર્સ થયેલા હોય એવા તથા વિધવા-વિધૂર વરિષ્ઠ ઉમેદવારો હાજર રહ્યા હતા.