સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો સુરતનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં એક યુવાન ચાર રસ્તા પર રાખેલા પ્લેન પર ચડી જાય છે. યુવાનની આ હરકત જોઈ આવતાંજતાં વાહનચાલકો ઊભા રહી ગયા હતા અને યુવાનનો વીડિયો ઉતારવા લાગ્યા હતા. કેટલાક લોકોએ તેને નીચે ઊતરી જવા માટે આગ્રહ પણ કર્યો હતો. જોકે યુવાન તેની મસ્તીમાં પ્લેન પર ચડીને હરકતો કરતો રહ્યો છે. લોકોનું કહેવું છે કે યુવાન દારૂ પીને પ્લેન પર ચડી ગયો હતો અને પ્લેનનો પાઈલટ હોય એ રીતે પ્લેન ચલાવવાની સ્ટાઈલ મારતો હતો.
