ગુર્જર અનામતની માગે એક વાર ફરી જોર પકડ્યુ છે. સવર્ણોને 10% અનામત આપ્યા બાદ ગુર્જર સમાજ પણ વિશેષ પછાત વર્ગમાં 5% અનામત આપવાની માગને લઈને એકવાર ફરી આંદોલનના માર્ગ પર છે. ગુર્જર યુવાઓએ કહ્યુ કે જે પ્રકારે સવર્ણોને 10% અનામત આપી છે. તે પ્રકારે ગુર્જર સમાજને પણ વિશેષ પછાત વર્ગમાં 5% અનામત લાગુ કરવામાં આવે.
ગુર્જર સમાજે 20 દિવસમાં માગ પૂરી ના થવા પર આંદોલનની ચેતવણી આપી છે. આને લઈને આજે ગુર્જર યુવાઓએ કલેક્ટ્રેટ પર પ્રદર્શન કરીને મુખ્યમંત્રીના નામ એડીએમને મેમોરેન્ડમ સોપ્યુ અને 20 દિવસોમાં અનામત લાગુ કરવાની માગ કરી છે.
ગુર્જર નેતા કર્નલ કિરોડી બેસલાએ પણ સરકારને 20 દિવસનુ અલ્ટીમેટમ આપ્યુ છે. આ દરમિયાન ગુર્જર સમાજ સવાઈ માધોપુર, બુંદી, અજમેર, દોસા, બયાનામાં મહા પંચાયતોનુ પણ આયોજન કરશે.