100-200 ભારતીયોને ન્યુઝીલેન્ડ લઇ જઇ રહેલી બોટ મધદરિયે જ લાપતા થઇ છે. પોલીસનું માનવું છે કે હોઇ શકે છે કે કદાચ આ બોટ આ લોકોને ન્યુઝીલેન્ડ લઈ જઇ રહી હોય. લોકોની કુલ સંખ્યા કેટલી હતી તે અંગે કોઇ માહિતી મળી નથી. કેસથી જોડાયેલા બે અધિકારીઓએ માહિતી આપતા કહ્યું કે બોટમાં જે લોકો સવાર હતા તેઓ તામિલનાડુ અને દિલ્હીથી હતા. બોટ 12 જાન્યુઆરીએ કેરળના મુનામબામ હાર્બરથી નીકળી હતી.
આ ભારતીયો એક ફિશિંગ બોટમાં સવાર હતા, પ્રારંભિક તપાસથી જાણી શકાય છે કે તમામ લોકો શરણાર્થી હતા. આ કેસમાં દિલ્હીથી પણ એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિનું નામ પ્રભુ ધાંડાપાની છે. કેસમાં સામેલ બે અધિકારીઓએ જણાવ્યું કે બોટ ન્યુઝીલેન્ડ જઇ રહી હતી.
બોટ પર સવાર લોકોમાં મહિલા અને બાળકો પણ સામેલ છે. પોલીસે 70 બેગ જપ્ત કરી છે, આ ઉપરાંત પોલીસને 20 ઓળખ સંબંધિત દસ્તાવેજો પણ મળ્યા છે. આ બેગોમાંથી ડ્રાયફ્રૂટ અને કપડાં મળી આવ્યા છે. તેનાથી લાગી રહ્યું છે કે આ લોકો લાંબા પ્રવાસ માટે નિકળ્યા હતા.
બોટ અને લોકો મધ દરિયે જ લાપતા થયા છે. ઘણી ભારતીય એજન્સી જેમાં તટરક્ષક દળ પણ સામેલ છે, લોકોની શોધમાં જોડાઇ છે. જે પણ પ્રવાસી ન્યુઝીલેન્ડ જાય છે તેમને 7 હજાર માઇલ કરતાં પણ વધુ અંતરની મુસાફરી કરવી પડે છે. આ યાત્રા દુનિયાના સૌથી મોટા દરિયાઓથી થઇને જાય છે. ઇન્ડોનેશિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચક્રવાતી તોફાન આવવું સામાન્ય બાબત છે.
ન્યૂઝીલેન્ડના પ્રવાસી વિભાગના પ્રવક્તા સાથે આ વિશે માહિતી માટે હજુ સુધી સંપર્ક થઇ શક્યો નથી. અત્યારે પોલીસ ગુમ થયેલા લોકોના પરિવારથી તેમની માહિતી એકત્ર કરવાની કોશિશ કરી રહી છે. આ ઉપરાંત શોધ અભિયાન પણ ચાલુ છે.