અમદાવાદમાં એક હજાર કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવનાર ઉમિયાધામને હવે વિદેશમાંથી દાન મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા આ માટે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાને વિદેશમાંથી દાન મેળવવા માટેના લાઈસન્સને મંજૂરી આપવામાં આવી છે.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ત્રણ વર્ષ પહેલા વિદેશમાંથી દાન મેળવવા માટેની અરજી કરવામાં આવી છે. તેથી ત્રણ વર્ષ બાદ ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ 2010 અંતર્ગત લાઈસન્સ મંજૂર કરવામાં આવ્યુ છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની રિલિજિયસ, એજ્યુકેશનલ એન્ડ સોશિયલ કેટેગરી હેઠળ ગૃહમંત્રાલય દ્વારા નોંધણી કરવામાં આવી છે.
મહત્વનુ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા 2014 બાદ દેશમાં 16 હજાર કરતાં પણ વધુ NGOના વિદેશી દાન લેવા માટેના લાઈસન્સ રદ કરી દેવામાં આવ્યા. ત્યારબાદ હવે ગુજરાતની વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થાને કેન્દ્ર દ્વારા વિદેશી દાન લેવા માટે મંજુરી આપવામાં આવી છે.
તેથી હવે ઉમિયાધામને વિદેશમાં વસવાટ કરતા પાટીદારો પાસથી દાનમાં મોટી રકમ મળી શકશે.