Stock Market Opening: આજે સ્થાનિક શેરબજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને ઓપનિંગના સમયે બંને મુખ્ય સૂચકાંકોમાં તેજી સાથે ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે.
Stock Market Opening: ભારતીય શેરબજારની શરૂઆત આજે સકારાત્મક નોંધ પર થઈ છે અને સેન્સેક્સ-નિફ્ટી ફાયદા સાથે ખુલ્યા છે. સવારે 9.19 વાગ્યે BSE ઈન્ડેક્સ 82,588 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સની વાત કરીએ તો આજે સવારે નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સ ખુલતા સમયે બેન્ક શેર્સમાં વધારો જોવા મળ્યો છે.
બજારની શરૂઆત કેવી રહી?
BSE સેન્સેક્સ 359.51 પોઈન્ટ અથવા 0.44 ટકાના વધારા સાથે 82,725.28 પર ખુલ્યો. શરૂઆતના સમયે, NSE નો નિફ્ટી 25,333.60 પર ખુલ્યો હતો અને 97.70 પોઈન્ટ અથવા 0.39 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
સેન્સેક્સ શેર્સ પર શું અપડેટ છે?
સવારે 9.25 વાગ્યે, BSE સેન્સેક્સના 30માંથી 26 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 4 શેરોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 30 શેરોમાં ટોપ ગેઇનર એશિયન પેઇન્ટ છે અને ITC, HCL, બજાજ ફિનસર્વના શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર પણ લાભ સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
નિફ્ટી શેરો પર શું અપડેટ છે?
નિફ્ટીના 50 શેરોમાંથી 36 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને 8 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 6 શેર એવા છે જેમાં કોઈ ફેરફાર જોવા નથી મળી રહ્યો. આજે નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, ઇન્ફોસીસ, એચડીએફસી લાઇફ અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝના શેર ટોચ પર છે. આજે ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચયુએલ, હિન્દાલ્કોમાં નબળો વેપાર જોવા મળી રહ્યો છે.
BSE માર્કેટ કેપ
BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 465.86 લાખ કરોડ થયું છે અને તેના 3335 શેરનું ટ્રેડિંગ થઈ રહ્યું છે, જેમાંથી 1999 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 1184 શેરમાં ઘટાડો છે અને 152 શેરમાં કોઈ ફેરફાર નથી.
નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં શું અપડેટ છે?
આજે સવારે નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં ખુલ્યાની 25 મિનિટ બાદ બેન્ક નિફ્ટી, ફાઇનાન્સિયલ સર્વિસિસ, ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી, આઇટી અને પ્રાઇવેટ બેન્કના સેક્ટરલ ઇન્ડેક્સમાં વધારો જોવા મળી રહ્યો છે.