Sardar Sarovar Dam: સરદાર સરોવર ડેમમાં 86 ટકા જળસંગ્રહ થયો, ગુજરાતભરનાં 113 જળાશયો 100 ભરાયા
ગુજરાત રાજ્યમાં ર૦૬ જળાશયોમાં ૭૮ ટકા જળ સંગ્રહ થયું છે. જેમાં સરદાર સરોવર ડેમમાં ૮૬ ટકા જળ સંગ્રહ છે. તેમજ રાજ્યના ૧૧૩ જળાશયો ૧૦૦ ટકા ભરાયા છે. રાજ્યના ૪૩ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા ભરાયા છે. રાજ્યના ૧૩ર જળાશયો હાઈ એલર્ટ પર મુકાયા છે. તેમજ રાજ્યના ૧પ જળાશયો એલર્ટ પર મુકાયા તો ૯ જળાશયો વોર્નિંગ પર મૂકાયા છે.
ગુજરાત રાજ્યમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થયા પછી
રાજ્યના જળાશયોમાં પાણીની સારી આવક થઈ રહી છે. રાજ્યમાં મેઘમહેરના પરિણામે ર૦૬ જળાશયોમાંથી ૧૧૩ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા ભરાયા છે. તેમજ ૪૪ જળાશયો ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. તેમજ આ સિવાય રાજ્યના ર૦ ડેમ પ૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે રર ડેમ રપ થી પ૦ ટકા વચ્ચે તેમજ ૧ર ડેમ રપ ટકાથી ઓછા ભરાયા છે તેથી હવે પાણીની ચિંતા ઓછી થઈ છે.
ગુજરાત રાજ્યની જીવાદોરી સમાજ સરદાર સરોવર ડેમમાં
હાલમાં ર,૮૬,૩૮૭ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિમાં ૮૬ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ર૦૬ જળાશયોમાં ૪,૩ર,પ૦૭ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૭.ર૧ ટકા જેટલો પાણીનો જથ્થો નોંધાયો છે. આમ કુલ ર૦૭ જળાશયોમાં ૮૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે.