સુરતની વરીાવ કોલેજ ખાતે આજ રોજ પ્રાથમિક સુવિધાઓની અછતને લઈને હંગામો કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ટ્રસ્ટી વિરુદ્ધ ફરીયાદ કરી હતી. જેમાં તેમમએ જણાવ્યું હતું કે કોલેજમાં ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી અને અમુક સુવિધાઓ હોવા છતા પણ તેનો ઉપયોગ કરવામાં આવતો નથી.
વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી ફરીયાદ પ્રમાણે ક્રિકેટ ગ્રાઉન્ડ હોવા છતાં તેમાં પીચની સુવિધા નથી. કોમ્પ્યુટર રૂમ અને સ્પોર્ટસ રૂમ હોવા છતા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. સ્ત્રી સશક્તિકરણના નામે ફક્ત વાતો જ કરવામાં આવે છે પણ કોઈ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી. આ ઉપરાંત ગંદકીની ફરીયાદ પણ વિદ્યાર્થીઓ દ્વારા નોંધવામાં આવી હતી. લેખિતમાં 6 વખત ફરીયાદ નોંધવામાં આવી હતી. હંગામો થતા સુરત પોલીસ ઘટના સ્તળ પર પહોંચી હતી.