નાણાંમંત્રી અરૂણ જેટલીની નાદુરસ્ત તબિયત છે. હાલ તેઓ સારવાર અર્થે અમેરિકા છે. માટે નાણાં મંત્રાલયનો વધારાનો પ્રભાર રેલવે મંત્રી પીયુષ યોગલને આપવમાં આવ્યો છે.
રેલ મંત્રી પીયુષ ગોયલને વિત્ત મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. અરૂણ જેટલી 1 ફેબ્રુઆરીએ રજુ થનાર વચગાળાનું બજેટ રજુ કરી શકશે નહીં, તેમના સ્થાને પીયુષ ગોયલ બજેટ રજુ કરશે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સલાહ પર પીયુષ ગોયલને વિત્ત અને કોર્પોરેટ અફેયર્સ મંત્રાલયનો વધારાનો પ્રભાર સોંપવામાં આવ્યો છે. આ બંને મંત્રાલય જેટલી પાસે હતા.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમની સલાહ પ્રમાણે અરુણ જેટલી જ્યાં સુધી અસ્વસ્થ છે ત્યાં સુધી અથવા ફરીથી મિનિસ્ટ્રીનું કામકાજ સંભાળવા લાયક ન થાય ત્યાં સુધી તે મંત્રાલય વગર પણ મંત્રી બન્યા રહેશે.
આ પહેલા જ્યારે અરુણ જેટલની કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ હતી ત્યારે પણ પીયુષ ગોયલને વિત્ત મંત્રાલયના વધારાની જવાબદારી આપી હતી. પિયુષ ગોયલ હાલ રેલ મંત્રીની જવાબદારી પણ સંભાળી રહ્યા છે.