Reliance Industries: બોનસ શેર મેળવવા માટે પાત્ર શેરધારકોને સુનિશ્ચિત કરવાની રેકોર્ડ તારીખ પછીથી નક્કી કરવામાં આવશે.
Reliance Bonus Issue: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડે શેરધારકોને બોનસ શેર ઈશ્યુ કરવાની મંજૂરી આપી છે. કંપનીની બોર્ડ મીટિંગ ગુરુવાર 5 સપ્ટેમ્બર 2025 ના રોજ મળી હતી જેમાં 1:1 ના રેશિયોમાં બોનસ શેર આપવા માટે મંજૂરી આપવામાં આવી હતી. 29 ઓગસ્ટ 2024ના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભામાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. બોનસ શેર ઇશ્યૂ કરવાની રેકોર્ડ ડેટ પછીથી જણાવવામાં આવશે.
સ્ટોક એક્સચેન્જોએ માહિતી આપી
સ્ટોક એક્સચેન્જો સાથેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે રેકોર્ડ ડેટ પર, બોર્ડે પાત્ર શેરધારકોને પ્રત્યેક 10 રૂપિયાનો એક શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીના 10 રૂપિયાના એક વર્તમાન શેરના બદલામાં નવા શેર જારી કરવાની મંજૂરી આપી છે. કંપનીએ તેની રેગ્યુલેટરી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે બોર્ડે અધિકૃત શેર મૂડી વર્તમાન રૂ. 15,000 કરોડથી વધારીને રૂ. 50,000 કરોડ કરવાની મંજૂરી આપી છે.