2018ના અંતમાં રિલીઝ થયેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિમ્બા’ સુપરહિટ સાબિત થઇ છે. ફિલ્મની કમાણી 250 કરોડની નજીક પહોંચવા આવી છે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને સારા અલી ખાન લીડ રોલમાં જોવા મળ્યા. રોહિત શેટ્ટી આ પહેલા પણ પોલીસો પર ફિલ્મો બનાવીને ઓડિયન્સને દિલ જીતી લીધા હતા. ‘સિમ્બા’એ રિલીઝના ગણતરીના દિવસોમાં જ 100 કરોડ ક્લબમાં જગ્યા બનાવી દીધી હતી.
તાજેતરમાં જ રોહિત શેટ્ટી મુંબઇ પોલીસના કાર્યક્રમ ‘ઉમંગ 2019’માં ‘સિમ્બા’ ફિલ્મની કાસ્ટ સાથે પહોંચ્યા હતા. રણવીર રિંહ અને સારા અલી ખાને આ કાર્યક્રમમાં ખાસ પર્ફોર્મન્સ આપ્યુ હતુ. પોલીસની આસપાસ ફરતી આ ફિલ્મથી વાર્તાથી બોક્સ ઑફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી થઇ, ત્યારે રોહિતે દરિયાદિલી બતાવતા કમાણીનો કેટલોક હિસ્સો મુંબઇ પોલીસને દાન કર્યો છે. ‘ઉમંગ 2019’ દરમિયાન રોહિત મુંબઇ પોલીસને 51 લાખ રૂપિયાનો ચેક આપ્યો.
આ સિવાય રોહિત શેટ્ટી એક નવો પ્રોજેક્ટ શરૂ કરવાના છે. આ ફિલ્મનું નામ ‘સૂર્યવંશી’ હશે. રોહિતે ફિલ્મમાં અક્ષય કુમારને કાસ્ટ કરવાની જાહેરાત કરી છે. ફિલ્મની હીરોઈન હજુ સુધી નક્કી નથી થઈ. આ ફિલ્મમાં પણ પોલીસના જીવન પર આધારિત હશે. આ ફિલ્મની જાહેરાત પણ રોહિતે રસપ્રદ અંદાજમાં કરી હતી. ‘સિમ્બા’ના અંતમાં અક્ષય કુમારનો કેમિયો જોવા મળે છે. જેમાં અક્ષય પોતાની ઓળખાણ આપતા કહે છે ”હું વીર સૂર્યવંશી , ટેરરિઝમ સ્કેવોડ્નો ચીફ”