અમેરિકાના કેંટુકી રાજ્યમાં અપમાનના ગુના હેઠળ એક હિન્દૂ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે, ભગવાનની મૂર્તિ પર કાળો રંગ ફેંકવામાં આવ્યો છે અને મુખ્ય સભામાં રાખેલી ખુરશી પર ચાકૂ ગોપવામાં આવ્યું છે. લુઇસવિલે શહેરમાં આવેલા સ્વામીનારાયણ મંદિરમાં રવિવારે રાતથી મંગળવારની વચ્ચે આ ઘટના બની છે.
સ્થાનિક મીડિયામાં આવેલા અહેવાલ અનુસાર, તોડફોડમાં ભગવાનની મૂર્તિ પર કાળો રંગ ફેંકવામાં આવ્યો છે, બારીઓ તોડી નાખવામાં આવી છે, દીવાલો પર ખોટા સંદેશ અને ચિત્ર બનાવવામાં આવ્યા છે. ખુરશી પર ચાકૂ ગોપવામાં આવ્યું અને તમામ કબાટો ખાલી પડ્યા હતા.
તેમણે કહ્યું, આ મંદિરમાં તોડફોડ થવી તે વાતનું ઉદાહરણ છે કે અમે એક શહેર અને એક રાષ્ટ્રના રૂપમાં એક બીજાના આદર્શોને લઇને વધુ કામ કરવાની આવશ્યકતા છે. સ્વામિનારાયણ મંદિરના રાજ પટેલે કહ્યું કે, તમે ભલે ગમે તે ધર્મના હોય, પરંતુ આવું થવું નિંદનીય છે. તેમણે કહ્યું, આપણે અહીં પુજા કરવા આવીએ છીએ. આપણે અહીં આવ્યા બાદ પાછળ ફરીને તે જોવાની જરૂર નથી કે અમારી પાછળ કોણ છે, પરંતુ આપણે અહીં આવીને ખુશ થવાની જરૂર છે અને શાંતિથી પ્રાર્થના કરવી જોઇએ.