લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં પીયૂષ ગોયલે મહત્વની જાહેરાતો કરી છે. બજૂટ રજુ કરતી વખતે પીયૂષ ગોયલે ગત વર્ષે સરકારે ગરીબો તેમજ મધ્યમ વર્ગ માટે કરેલા કલ્યાણકારી કાર્યો ગણાવ્યા હતા. પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, દેશના સંશાધનો પર પ્રથમ અધિકાર ગરીબોનો છે. વચગાળાના બજેટમાં પિયૂષ ગોયલે નાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી હતી.
આપણે 2022 સુધી નવા ભારતનું નિર્માણ કરવા તરફ ગતી કરી રહ્યા છીએ. આપણું અર્થતંત્ર દુનિયામાં સૌથી વધુ ઝડપે વકસી રહ્યું છે. અમારી સરકાર ફુગાવાનો સામાન્ય દર 4.6 ટકા સુધી લાવવામાં સફળ રહી છે. ડિસેમ્બરમાં ફુગાવો 2.19 ટકા સુધી પહોંચ્યો છે.
બે હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના ખાતામાં વાર્ષિક રૂ. 6 હજાર સીધા જ જમા કરાવવામાં આવશે. આ વર્ષે ડિસેમ્બરથી જ આ યોજના લાગૂ થઈ જશે. આ યોજનાને કારણે 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ ઉપરાંત 24 પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
પીયૂષ ગોયલે બજેટ વાંચા જણાવ્યું કે, ‘ગૌમાતાની સેવા અને સન્માન માટે આ સરકાર જરૂરી પગલા ભરશે. 2 ટકા વ્યાજની છૂટ એનિમલ હસબન્ડરી અને ફિશરીઝ ક્ષેત્રને આપવામાં આવશે. આ ઉપરાંત સરકાર કામધેનું યોજના માટે 750 કરોડનું બજેટ આપવામાં આવશે. આ ઉપરાંત પશુપાલકો-મત્સ્ય ઉદ્યોગો માટે લોન વ્યાજદરમાં 2 ટકાની છૂટ આપવામાં આવી છે.”