પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર વચ્ચે ચાલી રહેલ વિવાદ વચ્ચે ઋષિ કુમાર શુક્લાએ નવા સીબીઆઈના ડાયરેક્ટર તરીકે કામકાજ શરુ કર્યું છે. 1983 બેચના આઇપીએસ શુક્લા મધ્યપ્રદેશના ડીજીપી રહી ચૂક્યા છે. સીબીઆઈના વિશેષ નિર્દેશક રાકેશ અસ્થાના સાથેના વિવાદ પછી આલોક વર્માને સીબીઆઇના પ્રમુખની પદ પરથી કાઢી મુકવાના 20 દિવસ પછી શનિવારે મધપ્રદેશના ભૂતપૂર્વ પોલીસ મહાનિદેશક (ડીજીપી) ઋષિ કુમાર શુક્લાને સીબીઆઇના નવા વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિએ તેમને સીબીઆઈ ચીફ બનાવવાની નિર્ણય લીધો હતો. 1983 બેચ મધ્ય પ્રદેશ કાડરના આઇ.પી.એસ. અધિકારી હાલમાં હાલ મધ્યપ્રદેશ પોલીસ આવાસ નિગમના અધ્યક્ષ છે.
પ્રોફાઈલ
1.મધ્યપ્રદેશમાં ભાજપ સરકારમાં ડી.જી.પી. રહેલા ઋષિ શુક્લા 59 વર્ષના છે અને આ સમયે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના વડા હતા.
2.1983 બેચના આઇપીએસ ઋષિકુમાર શુક્લા મૂળરૂપે ગ્વાલિયરના રહેવાસી છે.
3.તેમને સીબીઆઇમાં કામ કરવા માટે કોઈ અનુભવ નથી, પરંતુ તેઓ ઇન્ટેલિજેન્સ બ્યુરોમાં કામ કરી ચૂક્યા છે.
4.ઋષિ કુમાર શુક્લાને મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકારના વડા કમલનાથે પાંચ દિવસ પહેલા 29 જાન્યુઆરીએ ડીજીપી પદ પરથી હટાવ્યા હતા.
5.શુક્લા ઓગસ્ટ 2020માં સેવાનિવૃત્ત થવાના હતા, પરંતુ સીબીઆઈના વડા બન્યાં પછી તેમનો કાર્યકાળ ફેબ્રુઆરી, 2021માં સમાપ્ત થશે.
6.શુક્લા મધ્યપ્રદેશના ડીજીપી તરીકે 30 જૂન, 2016ના રોજ ચૂંટાયા હતા. આ પદ પર તેઓ 29 જાન્યુઆરી, 2019 સુધી રહ્યા હતા.
7.કોંગ્રેસની સરકાર બન્યા બાદ ઋષિ કુમારની વિદાયની અટકળો શરૂ થઇ હતી