હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લામાં ગોપાલપુરમાં આજે એક ખાનગી બસ ખાઇમાં પડી જતાં ૩૩ મુસાફરોને ઇજા થઇ હતી, એમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું હતું. ઘાયલોમાં ૧૧ની હાલત ગંભીર હતી. દસ ઘાયલોને ટાન્ડા મેડિકલ કોલેજ મોકલાયા હતા જ્યારે એક જણને પાલમપુરની હોસ્પિટલે ખસેડાયા હતો. સાઘારણ રીતે ઘાયલ થયેલાઓને ગોપાલપુરની હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી. જવાહર બસ સર્વિસની બસ ગોપાલપુર પાસે એક ખાઇમાં પડી જતાં આ દુર્ઘટના બની હતી.
