સુરત જિલ્લામાં આવનારી લોકસભાની ચુંટણી બાબતે આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત જિલ્લામાં પાર્લામેન્ટ્રી કોન્સિટ્યુન્સી 3 છે અને એસેમ્બલી કોન્સીટ્યુન્સી 16 છે. આ ઉપરાંત 50 એઈઆરઓ સુરતમાં છે. 1477 પોલીંગ સટેશન છે અને 1757 પોલીંગ સ્ટેશન લોકેશન છે. પુરુષ મતદારો 22,65,922 અને મહિલા 1918683 અને થર્ડ જેન્ડરમાં મતદારો 111 અને કુલ 41,84,716 મતદારો નોંધાયો છે. હાલ સુરત જિલ્લામાં રાજકીય પક્ષોની હાજરીમાં અધિકારીઓ દ્વરા ઈવીએમ મશીન ચેક કરવામાં આવ્યા છે. જે હાલ ઓકે કરવામાં આવ્યા છે. ગઈ કાલે રાજકીય પાર્ટીના સભ્યો સાથે આ વાત શેર કરવામાં આવી છે. ચુંટણી સબંધિત જાણકારી માટે 1950 નંબર પર કોલ કરી શકે છે.
