સુરત મહાનગર પાલિકાએ સુરતીઓને પાણી બચાવવા માટે અપીલ કરી છે. સુરતના ઉધના, લીંબાયત અને વરાછા વિસ્તારમાં 6 અને 7 ફેબ્રુઆરીએ પાઈપલાઈનની કામગીરી થતી હોવાથી પાણીનો સપ્લાય બંધ રાખવામાં આવ્યો છે. સુરતીઓને તકલીફ ન થાય તે માટે અગાઉથી જ સુરત મહાનગર પાલિકા દ્વારા પાણીનો સંગ્રહ કરવાની સલાહ આપવામાં આવી છે. 7 ફેબ્રુઆરી પછી સુરતીઓને રાબેતા મુજબ પાણી મળી રહેશે
