આજે માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2020થી ધો.10ની પરીક્ષામાં બે લેવલના પેપર લેવા નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ-10ની પરીક્ષા પણ CBSC પેટર્ન મુજબ ગણિતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવ્યું છે.
આજની માધ્યમિક, ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વાત કરીએ તો આગામી શૈક્ષણિક સત્ર 2020થી ધોરણ-10ની પરીક્ષામા શૈક્ષણિક બોર્ડ ગણિતના બે લેવલના પેપર કાઢશે. જે સીબીએસસી પેટર્ન મુજબ ગણીતની પરીક્ષા લેવા આયોજન કરવામાં આવશે. ધોરણ-10નું ગણિતના પેપરમાં મેથેમેટીક્સ સ્ટાન્ડર્ડ અને મેથેમેટીક્સ બેઝીક એમ બે લેવલના પેપર હશે.
તેવી રીતે ગણિત વિષયના બે અલગ અલગ પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરી અમલ કરવા વિચારણા કરવામાં આવી છે. સામાન્ય પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે અંક ગણિત આધારિત પુસ્તક, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં જવા માગતા વિદ્યાર્થીઓ માટે બીજ ગણિત આધારીત પુસ્તક તૈયાર કરવા નિર્ણયો લેવાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે સામાન્ય સભા મળી હતી, જેમાં શૈક્ષણિક રીતે મહત્વના ઠરાવો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.