રાજદ્રોહના કેસમાં જામીન રદ થયા બાદથી પાસ કન્વીનર અલ્પેશ કથીરીયા અન્ડરગ્રાઉન્ડ થઈ ગયો છે. અને પોલીસ પર પરિવારને હેરાન કરવાનો આક્ષેપ કરી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના MLA લલિત વસોયા અને કિરીટ પટેલે અલ્પેશ કથીરિયાના ઘરની મુલાકાત લીધી. તેમણે અલ્પેશના પરિવારજનો સાથે વાતચીત કરી પોલીસની હેરાનગતિ અંગે પૂછપરછ કરી હતી. હાલમાં રાજદ્રોહ કેસમાં રાજ્યની પોલીસ અલ્પેશ કથિરીયાને શોધી રહી છે.
