બેચલર ઇન એજ્યુકેશન એટલે બીએડ કોર્સ આવનાર વર્ષથી ચાર વર્ષનો થઇ જશે. કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે ગુરુવારે તેની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, આનાથી શિક્ષાની ગુણવત્તામાં સુધારો થશે. હાલમાં બીએડ કોર્સ બે વર્ષનો હોય છે, જે ગ્રેજ્યુએશન બાદ કરવામાં આવે છે.
ો. જેનાથી સ્ટુડન્ટ્સનું એક વર્ષ બચી જશે. સાથે જ ગ્રેજ્યુએશન અને બીએડ માટે અલગ-અલગ ફી આપવાની જરૂર નહીં પડે.સ્ટુડન્ટ્સને યોગ્ય રીતે ટીચર ટ્રેનિંગ આપવામાં આવશે. સાથે જ બીએડ કરવામાં ખર્ચ ઓછી થશે. હાલમાં પ્રાઇવેટ કોલેજમાં બીએડ કોર્સ કરવા માટે એક વર્ષમાં અંદાજિત 50 હજાર રૂપિયા થાય છે. તેવામાં એક વર્ષ ઓછુ થવા પર 50 હજાર રૂપિયાની બચત થઇ શકે છે.
જાવડેકરે કહ્યું, ‘અમે આવનાર વર્ષથી ચાર વર્ષોને ઇન્ટિગ્રેડિટ કોર્સ લોન્ચ કરવા જઇ રહ્યા છીએ. સ્ટડીની ગુણવત્તા નીચે જઇ રહી છે કારણ કે તે ઉમેદવારો માટે અંતિમ વિકલ્પ હોય છે. આની પહેલા પણ વિકલ્પ હોવો જોઇએ. આ પ્રોફેશનલ પસંદ હોવી જોઇએ ના કે બચેલી. બીએડ કોર્સ, એક વર્ષથી વધારે વર્ષ માટે ત્રણ સ્ટ્રીમ-બીએ, બીકોમ અને બીએસસીમાં કરવામાં આવશે.