banking Sector: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ મોનેટરી પોલિસી કમિટી (MPC) માં મોટો ફેરફાર કર્યો.
ઓક્ટોબર મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા તાજેતરમાં તેના વ્યાજ દરોમાં ઘટાડો કર્યા પછી, ભારતીય રિઝર્વ બેંક પણ તેની દ્વિ-માસિક નાણાકીય નીતિની જાહેરાત કરવા જઈ રહી છે. મોનેટરી પોલિસી હોમ લોનથી લઈને કાર લોન સુધીની દરેક વસ્તુ પર લોકોની EMI અને વ્યાજ દરોને અસર કરે છે. પરંતુ આ પહેલા પણ આરબીઆઈએ વ્યાજદર અંગે નિર્ણય લેનારી મોનેટરી પોલિસી કમિટીમાં મોટો ફેરફાર કર્યો છે.
RBIની 6 સભ્યોની મોનેટરી પોલિસી કમિટીમાં 3 સભ્યો RBIના જ છે, જ્યારે 3 સભ્યો બહારથી સામેલ છે. RBIએ મંગળવારે માહિતી આપી કે મોનેટરી પોલિસી કમિટી (MPC)માં 3 નવા બાહ્ય સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે રામ સિંહ, સૌગત ભટ્ટાચાર્ય અને નાગેશ કુમારને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મોનેટરી પોલિસી કમિટીના નવા બાહ્ય સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે.