Iran સાથે યુદ્ધ કરી રહેલા ઈઝરાયલને પીએમ મોદીએ શા માટે આપી અભિનંદન, મિત્ર નેતન્યાહુ માટે શું લખ્યું?
Iran:ઇઝરાયેલના યહૂદીઓ આજે તેમનું નવું વર્ષ ઉજવી રહ્યા છે. નવા વર્ષના એક દિવસ પહેલા 1 ઓક્ટોબરની રાત્રે ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલોનો વરસાદ કર્યો હતો. આ પછી હવે ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધમાં ઉતર્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ ઈઝરાયલના પીએમ નેતન્યાહુ, ઈઝરાયેલના લોકો અને વિશ્વભરના યહૂદીઓને અભિનંદન પાઠવ્યા છે.
હાલમાં, ઇઝરાયેલ તેના કટ્ટર દુશ્મન ઈરાન સાથે યુદ્ધમાં છે. ઈરાન અને ઈઝરાયેલ બંનેએ એકબીજા સામે યુદ્ધની જાહેરાત કરી છે. 1 ઓક્ટોબરની રાત્રે ઈરાને અચાનક જ ઈઝરાયેલ પર ડઝનેક મિસાઈલો છોડી હતી. ઈરાને દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલના સૈન્ય મથક, એરબેઝ અને મોસાદ હેડક્વાર્ટર અને અન્ય મહત્વના ટાર્ગેટોને નષ્ટ કર્યા છે. ઈરાને આ હુમલો લગભગ 200 સુપરસોનિક અને બેલેસ્ટિક મિસાઈલોથી કર્યો હતો. આ સમય દરમિયાન સમગ્ર ઈઝરાયેલમાં હલચલ મચી ગઈ હતી. હુમલાના કારણે બહુમાળી ઈમારતોમાં આગ ફાટી નીકળી હતી. લોકો ચીસો પાડતા અને દોડતા જોવા મળ્યા હતા. પરંતુ આજે યહૂદીઓ તેમના નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે. એટલા માટે પીએમ મોદીએ તેમના મિત્રને અભિનંદન સંદેશ મોકલ્યો છે.
ברכות לראש השנה לחברי, ראש הממשלה @netanyahu , לעם ישראל ולקהילה היהודית ברחבי העולם.
שהשנה החדשה תביא שלום, תקווה ובריאות טובה
לחיי כולםשנה טובה!
— Narendra Modi (@narendramodi) October 2, 2024
પીએમ મોદીએ તેમના પર લખ્યું છે કે બધાને નવા વર્ષની શુભકામનાઓ.
“આના બે દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે તેમના મિત્ર બેન્જામિન નેતન્યાહૂ સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ નેતન્યાહૂ સાથે પશ્ચિમ એશિયામાં ઉભી થયેલી તંગ પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. પીએમ મોદીએ નેતન્યાહૂ સાથે વાત કરી હતી. કહ્યું હતું કે આતંકવાદ વિશ્વમાં કોઈ સ્થાન નથી તે પ્રાદેશિક તણાવને રોકવા અને તમામ બંધકોની સલામત મુક્તિની ખાતરી કરવા માટે મહત્વપૂર્ણ છે.