દિગ્ગજ અભિનેત્રી શબાના આઝમીને સ્વાઇન ફ્લૂ થયો છે. ખાંસી અને શરદી થવા પર તપાસ દરમિયાન શબાનાને સ્વાઇન ફ્લૂ થયો હોવાની પુષ્ટિ થઇ હતી. તેઓ અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. શબાના આ ખાલી સમયનો ઉપયોગ કરી રહી છે. શબાનાનું કહેવું છે કે મને ઘણી મુશ્કેલીથી આત્મનિરીક્ષણની તક મળી છે. તેથી આ મારા માટે બ્રેકની જેવું છે. તેમણે કહ્યું કે હું હૉસ્પિટલમાં ભરતી છું અને મારા સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં સ્વાઇન ફ્લૂનો પ્રકોપ ઓછો નથી થઇ રહ્યો. આ બીમારીનાં કારણે ગત અઠવાડિયે 86 લોકોનાં મોત થયા હતા. દેશમાં એચ1એન1 સંક્રમણથી મરનારાઓની સંખ્યા વધીને 312 થઈ ગઈ છે. આ ઉપરાંત 9 હજારથી વધારે લોકો આ બીમારીથી પીડાઇ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડાઓ પ્રમાણે અત્યાર સુધી એચ1એન1 સંક્રમણથી 9,000થી વધારે લોકો આ બીમારીથી પ્રભાવિત છે.