પુલવામાની એક ખાનગી શાળામાં બ્લાસ્ટ થવાથી 10 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં ખસેવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના તેવા સમયે ઘટી છે જ્યારે છેલ્લા 24 કલાકમાં સૈન્યદળોની જુદી-જુદી કાર્યવાહીમાં ત્રણ આતંકીઓ ઠાર થયા છે. બ્લાસ્ટમાં ઘાયલ થયેલ બાળકોની હાલ પુલવામાની ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
આ ખાનગી શાળામના શિક્ષક જાવેદ અહમદે જણાવ્યું કે, હું ભણાવતો હતો અને અચાનક એક વિસ્ફોટ થયો. હું કહી શકતો નથી કે કેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.
જ્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે, બપોરે 2.30 કલાકના સમગાળા દરમિયાન પુલવામાની ખાનગી શાળા ફલાઇ-એ-મીલતના વર્ગ ખંડમાં વિસ્ફોટ થયો. જેમાં 12 વિદ્યાર્થીઓને ઇજા પહોંચી છે. તેમની સ્થિતી સ્થિર છે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.
આ અગાઉ પુલવામા જિલ્લામાં જ મંગળવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં હિજ્બુલ મુજાહિદ્દીનનો એક આતંકવાદી માર્યો ગયો હતો.