અમદાવાદ રેંજની આર.આર.સેલની ટીમે અમદાવાદ વિરમગામ હાઈવે પાસેથી તેલાવ ગામ ની નજીક થી એક ટ્રકમાંથી લસણના કોથળા ની આડમાં લાખનો વિદેશી દારૂ પકડી પાડયો છે. આ સાથે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક એ કે જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ વિરમગામ હાઈવે પરથી તેમની પાસેથી એક ટ્રક પસાર થનાર છે આ ટ્રક હરિયાણાથી આવી રહ્યો છે અને ભુજ તરફ જઈ રહ્યો છે આ બાતમીના આધારે તેમણે ત્યાં વોચ ગોઠવી હતી.
બાતમી મુજબ નો નંબર ધરાવતો આ ટ્રક તેલાવ ગામની સીમ નજીકથી પસાર થતા પોલીસે તેને રોક્યો હતો. આ ટ્રક ની પ્રથમ દ્રષ્ટિએ તપાસ કરતા તેમાં લસણના કોથળા ભર્યા હોય તેવું લાગતું હતું. પરંતુ પોલીસે તેની ઝીણવટભરી તપાસ કરતા ટ્રકની અંદરથી કોથળાની આડશમાંથી છુપાવેલો રૂ. ૩૨ લાખનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.