દિલ્હીમાં એકવાર ફરી આગની ઘટના સામે આવી છે. ગુરૂવારે દિલ્હીનાં નારાયણા ઔદ્યોગિક ક્ષેત્રની એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની 29 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફેક્ટરીમાં ગિફ્ટ આઇટમ બને છે. આ કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. આ ઘટનામાં સુરતની એક મહિલાનું મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા મંગળવારનાં રોજ કરોલબાગની એક હોટલમાં ભયંકર આગ લાગી હતી. આ ઘટનામાં 17 લોકોનાં કમકમાટીભર્યા મોત થયા હતા. દિલ્હી પોલીસે હોટલ અર્પિત પેલેસનાં જનરલ મેનેજર રાજેન્દ્ર અને મેનેજર વિકાસની ગેરઇરાદાપૂર્વક હત્યાનાં આરોપમાં ધરપકડ કરી છે. તેમણે જણાવ્યું કે ઘટના બાજ હોટલનાં માલિક શરદેંદૂ ગોયલ ફરાર છે. આ કેસને ક્રાઇમ બ્રાંચમાં ટ્રાંસફર કરવામાં આવ્યો છે.