જમ્મૂ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં આતંકવાદીઓએ ગુરૂવારે સીઆરપીએફના કાફલાને નિશાન બનાવીને ભયાનક હુમલો કર્યો હતો. આ વિસ્ફોટમાં IEDનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે સીઆરપીએફના વહાનના ફુરચે ફુરચા ઉડી ગયા હતાં.
તો આ હુમલામાં સીઆરપીએફના જવાનોના શરીર પણ ક્ષત-વિક્ષત થઈ ગયા હતાં. વિસ્ટની તિવ્રતા એટલી બધી હતી કે કેટલાક જવાનોની તો ઓળખ કરવામાં પણ સમય લાગી શકે છે. તબાહીનો આ ખોફ જોઈ સ્થાનિક લોકોના દિલ દહેલી ગયા હતાં. વિસ્ફોટ એટલો તો શક્તિશાળી હતો કે તેનો અવાજ 10 થી 12 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. છેક પુલવામા સાથે સંકળાયેલા શ્રીનગરના કેટલાક વિસ્તારો સુધી પણ સાંભળવા મળ્યો હતો. વિસ્ફોટનો અવાજ સંભળાતા જ લોકો આમ-તેમ નાસવા લાગ્યા હતાં. લોકો એટલા ગભરાયા હતા કે 300 મીટરથી દૂર આવેલા લેથપુર બાજારના દુકાનદારો પોતાની દુકાનોના શટર પાડીને રીતસરના ભાગ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં આજે જૈશ-એ-મોહમ્મદના એક આતંકીએ દેશના અત્યાર સુધીના આત્મઘાતી હુમલો કરીને અંજામ આપ્યો છે. આ હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહીદ થયા છે. જ્યારે 45થી પણ વધારે જવાનોને ગંભીર ઈજાઓ પહોંચી છે.