સુરતના ઉધના વિસ્તારમાં ક્રિકેટ રમવાના મામલે બે જૂથો આમને સામને આવી ગયા હતા. અને પથ્થરમારો થયો હતો. જેમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. ક્રિકેટ મામલે થયેલી સામાન્ય બોલાચાલી બાદ તકરાર વધી હતી. અને બે જૂથો આમને સામને આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ અને ડીસીપી કક્ષાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ મામલો થાળે પાડ્યો હતો.
