દિલ્હીમાં અક્ષરધામ મંદિર નજીક પાંડવનગરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અહીં કેટલાક અસામાજીક તત્વો લૂંટ કરીને જતા હતા અને આ દરમિયાન તેમણે પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધી. જ્યારે પોલીસને એક બદમાશને ઝડપવામાં સફળતા મળી છે.
બનાવના પગલે ઘટનાસ્થળ પર પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નોંધનિય છે કે, પૂર્વીય દિલ્હીમાં આવેલા અક્ષરધામ મંદિર સુરક્ષાની દ્રષ્ટિએ સંવેદનશીલ માનવામાં આવે છે. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.