યુપીના સીએમ યોગી આદિત્યનાથ એક કાર્યક્રમમાં પુલવામા શહીદોને યાદ કરીને સ્ટેજ પર જ રડી પડ્યા હતા.
યોગી આદિત્યનાથના મન કી બાત કાર્યક્રમ દરમિયાન એક વિદ્યાર્થીએ તેમને પુલવામા હુમલા અંગે સવાલ પૂછ્યો હતો.જેનો જવાબ આપતી વખતે યોગીની આંખમાં આંસુ આવી ગયા હતા.તેમણે કહ્યુ હતુ કે તમે જે પ્રશ્ન કર્યો છે તે આજે દરેક વ્યક્તિના મનમાં છે.
લખનોમાં યોજાયેલા વિદ્યાર્થીઓ સાથેની વાતચીતના કાર્યક્રમમાં બે કલાક મોડા પહોંચવા બદલ યોગીએ વિદ્યાર્થીઓની માફી માંગી હતી.એ પછી વિદ્યાર્થીઓ સાથે સવાલ દરમિયાન આદિત્ય નામના વિદ્યાર્થીએ પૂછ્યુ હતુ કે તમારી સરકાર શું કરી રહી છે, એક પછી એક આતંકવાદી હુમલા થઈ રહ્યા છે?
યોગીએ તેનો જવાબ આપતા કહ્યુ હતુ કે જે રીતે દીવો બૂઝાતા પહેલા વધારે જોરથી પ્રજલવિત થાય છે તે રીતે આતંકવાદ પણ ખતમ થવાના આરે છે અને આતંકવાદીઓ હતાશમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.જોકે આ જવાબ આપતા આપતા તે ભાવુક થઈ ગયા હતા.