કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. યાત્રાધામ અંબાજી મંદિર પણ ઝેડ કેટેગરીની સુરક્ષા ધરાવતો હોવાથી અંબાજીની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. બોમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમે મંદિરમાં ખુણે-ખુણામાં સઘન ચેકિંગ કર્યું. જોકે કોઈપણ જાતની શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી નથી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સુરક્ષાકર્મીઓની સંખ્યામાં વધારો કરાયો છે. અને અવારનવાર સઘન ચેકીંગ પણ કરવામાં આવે છે. ક્યુઆરટીની ટીમ, પોલીસ જવાનો, બોર્ડર વીંગ, હોમગાર્ડ જવાનોને મંદિરની સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.