સુરતનો જેમ જેમ વિકાસ થયો તેમ સાતે સાથે ગુનાકોરીનું પ્રમાણ પણ વધતુ ગયું. સુરતમાં લૂંટ, હત્યાના તો અનેક કિસ્સા સામે આવ્યા છે, સાથે બેનામી સંપત્તિ અને અન્ય ગુનાખોરીની ઘટનાઓ પણ વારંવાર સામે આવતી જોવા મળે છે, ત્યારે આજે સુરતમાં એક વ્યક્તિ ઝડપાયો, જેની પાસેથી 100 રૂપિયાના દરની નકલી નોટો ઝડપાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જીલ્લા એસઓજીને એક મોટી સફળતા મળી છે. ભારતીય ચલણની નકલી નોટો સાથે એક વ્યક્તિ ઝડપાયો છે. આ વ્યક્તિ પાસેથી રૂ. 100ના દરની 515 જેટલી નકલી નોટ ઝડપાઈ છે. હાલમાં તેની અટકાયત કરી લેવામાં આવી છે.
બનાવટી નોટ સાથે ઝડપાયેલા આ ઈસમ ની વધુ પૂછપરછ દરમિયાન પોતે સુરત જિલ્લા ના મહુવા તાલુકા ના કરચેલીયા ગામ નો રાકેશ શંકરલાલ શાહ હોવાનું બહાર આવ્યું હતું. જોકે બનાવતી નોટ હેરાફેરી માં રાકેશ સાથે બારડોલી નો વિશાલ નામ નો ઈસમ પણ સામેલ છે. અને જે હાલ ફરાર છે. જોકે અગાઉ પણ રાકેશ શાહે કેટલી બનાવટી નોટો બજાર માં ફરતી કરી છે. એ આગળ ની પોલીસ તપાસ માજ બહાર આવી શકે એમ છે.