બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી દૂબઇ જઇ રહેલ “વિમાન બાંગ્લાદેશ”ની એક ફ્લાઇટને હાઇજૈક કરવાનો પ્રયત્ન કરાયો છે. સ્થાનીક મીડિયા મુજબ ઢાકાથી ઉડાન ભર્યાના અડધા કલાક પછી એક બંદૂકધારી કોકપિટમાં ઘૂસી ગયો હતો. જે પછી ચિટગામના શાહ અમાનત આતંરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું. વિમાનમાં સવાર બધા જ 142 મુસાફરોને સુરક્ષિત રીતે વિમાન બહાર કાઠવામાં સફળતા મળી પરંતુ હાલમાં પણ બંદૂકધારી સાથે 2 ક્રૂ મેમ્બર વિમાનમાં હાજર છે. રિપોર્ટ અનુસાર વિમાનમાં એકથી વધારે હાઇજૈકર્સની સંભાવના છે.
મીડિયા રિપોર્ટ મુજબ, બંદૂકધારી અપહરણકર્તા વિમાનની ઉડાન સાથે જે કોકપિટમાં ઘૂસી ગયો હતો અને ફાયરિંગ કર્યું હતું. જેના કારણે મુસાફરોમાં ડઘાઇ ગયા હતા. વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ પછી બાંગ્લાદેશ સુરક્ષા દળોએ વિમાનને ઘેરી લીધુ હતું. માનવામાં આવી રહ્યું છે કે, બંદૂકધારીએ ક્રૂ મેમ્બરને બંધક બનાવ્યા છે.
સૂત્રોની માહિતી મુજબ, અપહરણકર્તા બાંગ્લાદેશની પીએમ શેખ હસીના સાથે વાત કરવાની માંગ કરી રહ્યો છે. અત્યાર સુધી વિમાન હાઇજૈક કરવાન ઇરાદાની સ્પષ્ટતા કરવામાં આવી નથી.